સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા આયોજિત ગ્રાહક જાગૃતિના સંદેશા સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરમાં જેસર રોડ પર આવેલ આર. કે. પ્રાથમિક શાળામાં શાળાના બાળકો, કર્મચારીગણ અને ગ્રાહક સુરક્ષા મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં વિવિધ યોગાસનો કરી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવેલ
આ તકે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમેશભાઈ હીરાણી શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રાજેશભાઈ આસનાની, પ્રિન્સિપાલ કોમલબેન આસનાની શહેરના જાણીતા પત્રકાર અને ગ્રાહક સુરક્ષા મંડળના સક્રિય સભ્ય બિપીનભાઈ પાંધી, સિધ્ધાર્થભાઈ મકવાણા, હર્ષદભાઈ જોશી, શ્રધ્ધાબેન જોષી, શાળાના તમામ કર્મચારીગણ અને વિધાર્થીઓએ વિવિધ યોગાસનો કરી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. આમ યોગ ભગાવે રોગની ઉક્તિને સાર્થક કરી બતાવી હતી. કાર્યક્રમને અંતે રાષ્ટ્ર ગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ કોમલબેન આસનાનીએ ભારે જહેમત ઉઠાવી હતી.


