સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરના યુવા પત્રકાર સોહિલ શેખ દ્વારા સાવરકુંડલા શહેરમાં વરસાદ અને વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકે એ પહેલાં શહેરમાં ડીડીટી છંટકાવ તેમજ ફોગ મશીનની કામગીરી હાથ ધરવા માટે સાવરકુંડલા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને લેખિત રજૂઆત કરી હતી. આમ તો ચોમાસાની ઋતુમાં શરદી, ઉધરસ, તાવ તેમજ આંખનાં રોગોનું પ્રમાણ વધતું હોય. આ પ્રકારની બિમારીઓ વધુ ફેલાઈ એ પહેલાં નગરપાલિકા દ્વારા હેલ્થ સેનિટેશન કામગીરી જેવી કે ડીડીટી છંટકાવ, ફોગીંગ મશીનની કામગીરી કરવી જરૂરી હોય એમ આમજનતા ઈચ્છે છે. શક્ય હોય તો ઘરે ઘરે ડોર ટુ ડોર ફરીને ક્લોરિન ટીકડીઓનું વિતરણ પણ કરવામાં આવે તો પાણીજન્ય રોગો સામે રક્ષણ મળે. આમ નગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી સેવા સમગ્ર શહેરના તમામ વિસ્તારોમાં કરવામાં આવે તેવી સોહિલ શેખ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં હતી. આમ ગણીએ તો હેલ્થ ઇઝ વેલ્થ એ સૂત્રને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા સત્વરે આ અંગે ઘટતું કરવું એ સમયની માંગ છે અને લોકમાંગ પણ છે.