Gujarat

કોમન સર્વિસ સેન્ટર દ્વારા અંબાજી ખાતે SBI નું ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

*CSC વીએલઈ કનુભાઈ લખવારા દ્વારા SBI બ્રાન્ચ મેનેજર અને CSC ટીમ નો આભાર માની પોતાનું ગ્રાહક સેવા કેન્દ્ર લોકો ની સેવા માટે ખુલ્લું મૂક્યું*
યાત્રાધામ અંબાજી ખાતે કોમન સર્વિસ સેન્ટર દ્વારા SBI ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે અંબાજી તથા આસપાસના વિસ્તારમાં SBI બેન્કના ગ્રાહકોને ઉત્તમ સુવિધા મળી શકશે અને કોમન સર્વિસ સેન્ટર દ્વારા SBI બેન્ક દ્વારા મળતા સર્વે લાભો ગ્રાહકો જાનકારી સાથે સહેલાઈથી લઈ શકશે. આ પ્રસંગે સીએસસીની બીજી સર્વિસ વિશે પણ લોકો ને માહિતગાર કરવામાં આવ્યા સી એસ સી સાથે રેનોલ્ટ કાર જોડાયેલ હોઈ લોકો માટે રેનોલ્ટ ની કાર પણ રેનોલ્ટ ટીમ દ્વારા ડિસ્પ્લે કરવામાં આવી હતી લોકોને પોતાના જ શહેરમાં બધી જ સર્વિસ મળી રહે તે આશય થી કોમન સર્વિસ સેન્ટરને sbi ગ્રાહક સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સીએસસી વીએલઈ કનુભાઈ લખવારા દ્વારા sbi બ્રાન્ચ મેનેજર અને સીએસસી ટીમ આભાર માની પોતાનું ગ્રાહક સેવા કેન્દ્ર લોકો ની સેવા માટે ખુલ્લું મૂક્યું હતું. અંબાજી ખાતે SBI ગ્રાહક સેવા કેન્દ્ર ને અંબાજી SBI બેન્ક ના બ્રાન્ચ મેનેજર જીજ્ઞેશભાઈ ઠક્કર ના હસ્તે આપનિંગ કરવામાં આવ્યું આ પ્રસંગે RBO FI મનેજર જિલ્લા મેનેજર સંદીપભાઈ મોઢ સી એસ સી જિલ્લા મેનેજર સંજયભાઈ પ્રજાપતિ અને વિનોદભાઈ રણાવાસિયા હાજર રહ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230713_160510.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *