જૂનાગઢ શહેરની પ્રાથમિક શાળા ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત શિલાફલકમ, વીર વંદના, પંચ પ્રાણપ્રતિજ્ઞા, વસુદા વંદન અને રાષ્ટ્ર વંદનના કાર્યક્રમો યોજાયા હતા.
મારી માટી મારો દેશ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, કોર્પોરેટ અરવિંદ ભલાણી, અન્ય આગેવાનો અને મહાનગરપાલિકા ઓફિસર કલ્પેશ ટોલિયા, શાળાના શિક્ષકો અને શાળાના બાળકો જોડાયા હતા અને હાથમાં દિપક લઈને રાષ્ટ્ર અને દેશને આગળ લઈ જવામાં સહભાગી થવાની પ્રતિજ્ઞા લીધી હતી.


