આજરોજ બાબરકોટ કે.વ.શાળામાં શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં બોટાદ જિલ્લાના એસ.પી.કે.એફ.બલોળીયા સાહેબ તથા ઈજનેર સાહેબ તથા ચિરાગ વાગમશી સાહેબ તથા પાળીયાદ પી.એસ.આઈ રાવલ મેડમ આ ઉપરાંત ગામ ના અગ્રણી સરપંચ તથા કનુભાઈ ધાધલ તથા કનુભાઈ ખાચર તથા એસ.એમ.સી અધ્યક્ષ ખોડાભાઈ ડાભી તથા તલાટી અશ્વિનભાઈ તથા આરોગ્ય શાખા માંથી ડો.ડોલીબેન તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ને વાલીગણ નવા બાલવાટિકા ,અને ધોરણ 1 ના પ્રવેશ મેળવતા બાળકોના સ્વાગત કરવા હાજરી આપેલ. શાળાના આચાર્ય તુષારભાઈ શાહ અને સમગ્ર સ્ટાફ મિત્રો એ સરસ આયોજન કરયુ હતું. કનુભાઈ ધાધલ તરફથી બાળકોને બટુકભોજન, તેમજ જાયન્ટસ ગ્રુપ તરફ થી પ્રવેશ પામતા બાળકોને કીટ નું વિતરણ કરેલ.શાળાના આચાર્ય તરફથી તેજસ્વી બાળકોને ઇનામ આપી ને સન્માન કરવામાં આવ્યુ.
અહેવાલ કનુભાઈ ખાચર


