Gujarat

સ્વરોજગારી સખીમંડળ અને ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના માધ્યમથી શક્ય બની: નંદુબેન શેખા

એક સમયે નાની મોટી છૂટક અને ખેત મજૂરી કરતા નંદુબેન શેખાએ આજે આત્મનિર્ભરતાની નવી રાહ કંડારી રહ્યા છે. તેઓએ ગામની અન્ય મહિલાઓને સાથે જોડી કલાત્મક ઝુલાઓઝૂમર ઉપરાંત  દોરી વડે સુશોભનની વસ્તુઓ બનાવીઆર્થિક રીતે પગભર થયા છે.

     વંથલીના બાલોટ ગામના નંદુબેન દિલીપભાઈ શેખા કહે છે કેઆ સ્વરોજગારી મેળવાનું સ્વ-સહાય જૂથ એટલે કેસખીમંડળ અને SBI ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાના માધ્યમથી શક્ય બન્યું છે. નંદુબેન શરૂઆતથી વાત કરતા કહે છે કેઆજથી ત્રણેક વર્ષ પહેલા મજૂરી કરી ઘર ચલાવતા હતા. ત્યારે તાલુકાના એક સ્થાનિક અધિકારી બહેને સખીમંડળની રચના કરવા માટે જાણકારી આપી હતી. તેમના પ્રયાસોથી જય ભીમ સખીમંડળની રચના પણ થઈ. જેમાં આળોશ – પાડોશ બહેનોને જોડ્યાં. દરેક બહેનો મજૂરી કરીને દર મહિને બચત કરી રૂ.૧૦૦ રાશિ મંડળમાં જમા કરાવે. આમઅંદાજે ૨૫-૩૦ હજાર મૂડી એકત્રિત થઈ ગઈ. આ રકમ મંડળની બહેનોને જરૂરિયાત મુજબ ધિરાણ પણ આપવામાં આવતું. આમબહેનોના નાની મોટી આર્થિક જરૂરિયાતનો પ્રશ્ન પણ હલ થતો. આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી ૧૫ હજારનું રિવોલ્વિંગ ફંડ પણ મળ્યું.

     નંદુબેન આગળ વાત કરતા કહે છે કેઆ દરમિયાન ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થામાં દોરી વડે ઝૂલા ઉપરાંત અન્ય કલાત્મક અને સુશોભનની વસ્તુઓ બનાવવાની નિવાસી તાલીમ મેળવી. આમગ્રામીણ મહિલાઓમાં જે હુન્નર હોય છે તેને એક નવો નિખાર મળ્યો. આ તાલીમ દરમિયાન ધંધા રોજગારને કેવી રીતે વિકસાવી શકાય તેનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું. આમતાલીમ બાદ અમારા ગામની દશે – દશ મહિલાઓએ આ કલાત્મક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું. જેને પરિણામે આજે મહિને સરેરાશ ૬-૭ હજારની આવક મેળવી રહ્યા છીએ. આ રકમ ઘણા લોકોને નાની લાગશે. પણ અમારા માટે ખૂબ મોટી છે.

    નંદુબેન જણાવે છે કેજયભીમ સખી મંડળ દ્વારા ઉત્પાદિત વસ્તુઓને રાજ્ય સરકાર દ્વારા આયોજિત વિવિધ મેળાઓમાં સ્ટોલ્સના માધ્યમથી વેચાણ માટેનું એક પ્લેટફોર્મ મળી રહે છે. ઉપરાંત સ્થાનિક દુકાનદારોને પણ અમારી ઉત્પાદિત વસ્તુઓ વેચાણથી આપીએ છીએ.

    નંદુબેન આટલેથી અટકવા માંગતા નથી. પરંતુ તેઓ હજુ સખી મંડળની આર્થિક પ્રવૃત્તિઓને વિસ્તારવા માંગે છે. તેઓને સ્થાનિક અધિકારીઓના સહયોગથી હરિદ્વાર થી ગાયના છાણના મુઠીયા બનાવવા માટેનાં ઓર્ડર મળ્યા હતા. જે તેમણે પૂર્ણ કર્યા હતા. હવે તેઓ એક દેશી ગાય પણ વસાવવા માગે છે. આમ ગાયની સેવાની સાથે રોજગારી પણ મળી રહે છે. તેમ નંદુબેન માને છે.

    આ સખી મંડળમાં પરમાર વિજયાબેનઝાલા ગૌરીબેનઝાલા પૂજાબેનઝાલા ભાવનાબેનશેખા જયાબેનમુછડીયા મંજુબેનઝાલા લાભુબેન મકવાણાપ્રભાબેન ઝાલા આરતીબેન વગેરે બહેનો સાથે મળી જુદી-જુદી વસ્તુઓ બનાવી સ્વરોજગારી મેળવી રહ્યા છે.

khas-lekh-photo-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *