Gujarat

GeM પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય સરકારને મળ્યાં સાત એવૉર્ડ

ગુજરાત સરકારના પારદર્શક વહીવટ બદલ રાજ્યને સાત એવૉર્ડ સાથે વિશેષ સન્માન પ્રાપ્ત થયું છે. કેન્દ્ર સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ(ડ્ઢઁૈંૈં્‌) વિભાગ દ્વારા આયોજિત ‘ક્રેતા-વિક્રેતા ગૌરવ સન્માન સમારોહ-૨૦૨૩’ અંતર્ગત રાજ્ય સરકારને ડ્ઢઁૈંૈં્‌ દ્વારા ગવર્મેન્ટ ઇ-માર્કેટપ્લેસ (ય્ીસ્) પોર્ટલ મારફતે પારદર્શક ખરીદી અંગેની ઉત્કૃષ્ટ કામગીરી માટે પ્લેટિનમ કેટેગરીમાં એક, ગોલ્ડમાં ત્રણ અને સિલ્વર કેટેગરીમાં ત્રણ એમ કુલ ૭ એવૉર્ડ એનાયત કરાયાં છે, જે રાજ્ય સરકારની જાહેર ખરીદીમાં પારદર્શિતા અંગેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ વિશેષ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ય્ીસ્ અંતર્ગત ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને તેમના નોંધપાત્ર યોગદાન માટે અભિનંદન આપ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આવા પ્રયાસો ભારતની સમૃદ્ધિ અને આર્ત્મનિભરતા તરફની યાત્રાને મજબૂત બનાવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે, ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (ય્ીસ્) દ્વારા જાહેર ખરીદી માટે વિવિધ કેટેગરીમાં ગુજરાતને વિજેતા તરીકે પસંદ થતા જાેઈને મને આનંદ થાય છે. આ પુરસ્કારો પારદર્શક અને ખર્ચ-અસરકારક જાહેર ખરીદી પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટેની તેની સફળ નીતિઓનું પ્રતિબિંબ છે.

ગુજરાત સરકારને નીચે મુજબના વિશિષ્ટ પુરસ્કારોથી સન્માન પ્રાપ્ત થયું છે –
-પ્લેટિનમ એવૉર્ડ-
૧. મહિલા સાહસિકો માટે કુલ વેપારી મૂલ્ય (૬૯૭ કરોડ)
-ગોલ્ડ એવૉર્ડ્‌સ-
૧. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (ય્સ્ફ) થી મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (સ્જીઈજ) (૩૧૯૫.૪ કરોડ)
૨. સૌથી વધુ સર્વિસીસ પ્રોક્યોરમેન્ટ (૨૧૫૧.૩ કરોડ)
૩. કુલ ઓર્ડર મૂલ્ય (૭૯૬૩.૮ કરોડ)
-સિલ્વર એવોર્ડ્‌સ-
૧. ઓર્ડરની સૌથી વધુ સંખ્યા (૨,૯૯,૭૧૮)
૨. ગ્રોસ મર્ચન્ડાઈઝ વેલ્યૂ (ય્સ્ફ) થી સ્ટાર્ટઅપ (૨૧૮ કરોડ)
૩. શ્રેષ્ઠ જાેડાણ (ટ્રાન્ઝેક્શન કરનારા ખરીદદારોની સૌથી વધુ સંખ્યા-૯૫૫૩)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *