Gujarat

શાપર-વેરાવળ નજીક આવેલ મેરાકી ઈન્ટરનેટશનલ સ્કૂલ ખાતે આંતરરાષ્ટીય યોગા દિવસ ની ઉજવણી કરવા આવી.

શાપર-વેરાવળ નજીક આવેલ ગુંદાસરા ની મેરાકી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આજરોજ નવમાં યોગ દીવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં શાળાના મેદાનમાં વિધાર્થીઓએ અને શાળાના શિક્ષકોએ અલગ અલગ યોગાસન કર્યા હતા.આ તકે શાળાના શિક્ષકોએ વિધાર્થીને જીવનમાં યોગનું મહત્વ સમજાવ્યું હતું,તેમજ અભ્યાસનું ભારણ અને માનસિક બીમારીઓનો ઉત્તમ ઈલાજ યોગ છે.જેથી દરરોજ યોગ કરવાં માટે પણ આહવાન કરવામાં આવ્યું હતું,
 તેમજ શરીર ને નિરોગી રાખવાનો  પણ સંદેશ આપ્યો હતો.આ તકે શાળા ના MD સાહેબ પંકજ ભાઈ કોરાટ,અને પ્રિન્સિપાલ મેડમ,ડિમ્પલબેન, તેમજ બાળકો અને શિક્ષકો વગેરે યોગા કાર્યક્રમ નિમિતે  ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1687358634669.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *