Gujarat

શેખવા લખુભાઈ નાંગભાઈ અને રાણુબાબેન લખુભાઈ શેખવા પરીવાર દ્વારા અમરેલી ખાતે અનેક સેવાકીય પ્રવુતિ કરી પાળીયાદ ના ઠાકર અને જગ્યા ના મહંત શ્રી નિર્મળાબા ના ૬૨ માં પ્રાગટ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી

ગત તા.૨૪/૭/૨૦૨૩ ના રોજ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ના ગાદીપતિ મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના ૬૨ માં પ્રાગટ્ય દિવસે (જન્મ દિવસ) નિમિતે લખુભાઈ નાંગભાઈ શેખવા પરીવાર ભડલી (ભાણ) ના પુત્ર ઉદયભાઈ તેમજ સુરેશભાઈ અને પપૌત્રો રવિરાજભાઈ , મેઘરાજભાઈ , ચંદ્રરાજભાઈ , જયભાઈ તેમજ ધ્રુવરાજભાઈ દ્વારા કામધેનુ બીમાર ગાયો ની ગૌશાળા ૩૧ મણ લીલી નીરણ તેમજ માઁ ગાત્રાળ વાસુરબાપુ સંચાલિત ગૌશાળા લાલાવદર ખાતે ૩૧ મણ લીલીનીરણ એમ ટોટલ ૬૨ મણ લીલીનીરણ નાખવામાં આવેલ તેમજ ઝુંપડપટ્ટી ના બાળકો ને પફ બિસ્કિટ અને ચોકલેટ વિતરણ કરવામાં આવેલ તેમજ વિસ્તાર ના કુતરા ને બિસ્કિટ નાખવામાં આવેલ તેમજ પક્ષી ને ચણ નાખવામાં આવેલ હતી ઉપરાંત પરીવાર ના મહિલાઓ એ પૂજ્ય બા શ્રી ના ફોટા ને ફુલહાર કરી અને દિપ પેટાવી અને આરતી કરવામાં આવેલ હતી.પૂજ્ય બા શ્રી ના ૬૨ માં પ્રાગટ્ય દિવસે પ્રથમ શ્રાવણ માસ ના સોમવાર ના રોજ શિવાલય માં ૬૨ દિવા ની દીપમાળા પણ રાખવામાં આવી હતી…

તેમજ સમગ્ર શેખવા પરીવાર દ્વારા ભગવાન ને પ્રાર્થના કરવામાં આવેલ કે
પૂજ્ય બા શ્રી હંમેશા તંદુરસ્ત રહે સ્વસ્થ અને નીરોગી રહે અને આમજ ઉર્જાવાન રહે અને સનાતન ધર્મને અને પાળીયાદ જગ્યા ની સેવાગંગા ભજન ભોજન અને ગૌસેવા ની દેહાણ પરંપરા ને હંમેશા ઉજાગર કરતા રહે અને એમના આશીર્વાદ અને કૃપા અને અમીદ્રષ્ટિ અમારા શેખવા પરીવાર પર સદા વરસતી રહે એવી એમના ચરણો માં પ્રાર્થના કરેલ હતી…
આવી રીતે લખુભાઈ શેખવા અને રાણુબાબેન લખુભાઈ શેખવા પરીવાર દ્વારા ગાયમાતા ને ૬૨ મણ લીલી નીરણ અને કુતરા ને બિસ્કિટ અને પક્ષી ને ચણ તેમજ ઝૂંપડપટ્ટી ના બાળકો ને નાસ્તો કરાવીને સેવાકીય પ્રવુતિ કરવામાં આવેલ તેમજ પૂજ્ય બા શ્રી ના ફોટા ને ફુલહાર કરેલ પૂજા અને આરતી કરી પ્રાર્થના કરેલ હતી…
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230726-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *