Gujarat

બિપરજોય વાવાઝોડાને પગલે જામનગર બંદર પર 10 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું

જામનગર જિલ્લામાં સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે ભારતીય હવામાન વિભાગ તરફથી મળેલી
પોર્ટ ચેતવણી મુજબ, આગામી સુચના ન મળે ત્યાં સુધી જામનગર બંદર પર ગ્રેટ ડેન્જર વોર્નિંગ સિગ્નલ 10 (GD- 10) યથાવત
રાખવામાં આવ્યું છે.
જેની તમામ પોર્ટ યુઝર્સ અને સરકારી એજન્સીઓને નોંધ લેવા માટે બંદર અધિકારીશ્રી, જામનગર ગ્રુપ ઓફ પોર્ટ્સ, ગુજરાત
મેરિટાઇમ બોર્ડ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *