સપોર્ટ ઓથોરિટી ગુજરાત દ્વારા શાળાકીય રમોત્સવ દેલવાડા ખાતે આવેલ એસ એમ સઘવી હાઇસ્કુલમાં તાલુકા કક્ષાએ ખો – ખો ની રમત સ્પર્ધામાં ગરાળ ભૂતડા દાદા સીમ શાળાની 17 બહેનો ખો-ખો રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને તમામ બહેનો એ ભૂતડા દાદા આશ્રમનાં મહંત અમરગીરી બાપુના આશીર્વાદ લઈ દેલવાડા શાળા રમત સ્પર્ધામાં ગયાં હતાં. જેમાં મેનેજર કોચ કિશનભાઇ સોસા તેમજ ખો-ખો ની 12 બહેનો ટીમનું સ્પીરીટ ઉત્સવથી અને આવડતથી તાલુકાની કક્ષએ ખો – ખો અંડર 17 બહેનોની ટીમમાં રમત સ્પર્ધામાં પ્રથમ ક્રમે સ્થાન પ્રાપ્ત કરી ભૂતડા દાદા સીમ શાળા, આશ્રમ, અને ગામનું નામ રોશન કર્યું હતું. ભૂતડા દાદા આશ્રમના મહંત અમર ગીરીબાપુ તરફથી દરેક બહેનોને આશ્વાસન ઇનામ અને આશીર્વાદ સાથે જીલ્લા કક્ષાએ સ્પર્ધામાં રમવા જવાં જરૂરી માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું. આ તકે પરિવાર તેમજ બાળકો હંમેશા મહંત અમરગીરી બાપુના રુણી રહેશે..
