Gujarat

સુરેન્દ્રનગર ડબલ મર્ડર કેસમાં SITની રચના કરાઇ

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના સમઢીયાળામાં બે સગા દલિત ભાઈઓની હત્યા કેસમાં પરિવારજનોએ હજુ પણ બંનેના મૃતદેહ સ્વીકાર્યા નથી. ત્યારે બીજી તરફ આ કેસમાં ગૃહવિભાગે આકરા પગલા લીધા છે. જામનગર જીઁની આગેવાનીમાં જીૈં્‌ની રચના કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જૂથ અથડાણમાં બનેલી ડબલ હત્યા કેસમાં પરિવારજનોને સમજાવવા માટે ગઈકાલથી નેતાઓ અને પોલીસ મથામણ કરી રહ્યા છે. આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને કલેક્ટર સમાજના આગેવાનોને મૃતદેહ સ્વીકારવા સમજાવી રહ્યા છે, પરંતુ પરિવારજનો હજુ માન્યા નથી. બંને ભાઈઓના મૃતદેહ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા છે. પરિવારની માગ છે કે આરોપીઓને જલદીમાં જલદી ઝડપી પાડવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે. મહત્વનું છે કે ઘટનાને લઈ દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે. સમાજના લોકોએ ગઈકાલે ચક્કાજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. જેને પગલે આજે હોસ્પિટલમાં સુરેન્દ્રનગર પોલીસ, રાજકોટ અને જામનગરના એસપી, મોરબી જિલ્લાના ડ્ઢઅજીઁ, પીઆઈ સહિતનો પોલીસ કાફલો તહેનાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *