Gujarat

બોડેલીમાં ચાર કલાકમાં છ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી      

બોડેલી પંથકમાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 144 એમ એમ એટલે કે છ ઇંચ વરસાદ વરસતા સમગ્ર બોડેલી નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં તેમજ નગરની અનેક સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો
       જિલ્લામાં સૌથી વધુ 10 વાગ્યા સુધીમાં પાવીજેતપુરમાં 165 mm વરસાદ થયો હતો જ્યારે બોડેલીમાં 144 એમએમ છોટાઉદેપુરમાં 85 એમએમ જ્યારે સંખેડામાં 41 એમ એમ તથા કવાટમાં 26 એમ એમ વરસાદ નોંધાયો હતો
     છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા પાવીજેતપુરમાં ચાર ક્લાક માં છ ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો હતો જ્યારે બોડેલીમાં પણ છ ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર પંથકમાં આવેલ ગ્રામીણ વિસ્તારના નદી નાળા કોતરો માં ઘોડાપુર આવ્યા હતા જેને પગલે ઓરસંગ નદી પણ ચોમાસાની સિઝનમાં બે કાંઠે વહેતી થઈ હતી પાવી જેતપુર સહિત બોડેલી તમામ સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાયા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોના રહીશોના ઘરોમાં પણ પાણી ભરાયા હતા  ગ્રામીણ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હતા
      બોડેલી નગર સહિત પંથકમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બોડેલી નગરની અનેક સોસાયટીઓમાં ઢીંચણ સમા પાણી ભરાતા ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો બોડેલીની રામનગર ગંગાનગર જ્ઞાનદીપ દિવાન ફળિયા વર્ધમાન નગર રજાનગર સહિતની ડઝનો સોસાયટીઓમાં પાણી ભરાયા હતા જ્યારે ગ્રામિણ વિસ્તારોમાં પણ પણ ભારે વરસાદ ને લઈ નદી નાળા કોતરોમાં પાણી નો ધસમસતો પ્રવાહ વહેતો થતાં નદી નાળા કોતરો ની નજીક ના સેકંડ  હેક્ટર ના ખેતરો બેટમાં ફેરવાયા હતા
બોક્સ
બોડેલીમાં ધોધમાર વરસાદ ઢોકલીયા વિસ્તારના 15 થી 20 ઘરોમાં પાણી ભરાતા  35 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું
બોડેલી તાલુકા, ઢોકલીયા ગ્રામપંચાયત ખાતે કુંભારવાડા અને રજાનગર વિસ્તારમાં પાણી આવી જતા 15 થી 20 ઘરોમાં પાણી ભરાયેલ હોવાથી 35 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલ છે. તેમજ તેઓની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. હાલ પાણી ઓસરી જતા તેઓને પરત કરવામાં આવેલ છે.બોડેલીમાં ધોધમાર વરસાદ ઢોકલીયા વિસ્તારના 15 થી 20 ઘરોમાં પાણી ભરાતા  35 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230728-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *