Gujarat

શિક્ષણ,કલા સહિતના  ક્ષેત્રે અગ્રેસર છ મહિલાઓનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ કાર્યક્રમના આજે ચોથા દિવસે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સામાજિક અને જાહેર ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા, કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી કંચનબેન ડઢાણીયા ના હસ્તે શિલ્ડ અને સાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું.

 જેમાં ગાય આધારિત ખેતી અને તેમાંથી બનતી વસ્તુઓના ઉત્પાદન માટે ભાવનાબેન ત્રાંબળીયા, બેન્ક સખી લાઈવલીવુડ પ્રમોશન એક્ટિવિટી માટે મધુબેન દીપકભાઈ મકવાણા, શિક્ષણ ક્ષેત્રે નિવૃત નેશનલ એવોર્ડ વિનર પ્રિન્સિપાલ એમ.જી. ભુવા કન્યા વિદ્યાલય જોષીપુરા શ્રી પ્રભાબેન પટેલ, શિક્ષણ ક્ષેત્રે નિવૃત નેશનલ એવોર્ડ વિનર પ્રિન્સિપાલ ગવર્મેન્ટ ગર્લ્સ હાઇસ્કુલ કેશોદ ડો. રમાબેન દેવાણી, કલાક્ષેત્રે લોકસંગીત ભક્તિસંગીત પ્રાચીન ભજન ક્ષેત્રે છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત શ્રી નિરૂપમાબેન છેલભાઈ દવે,કલા ક્ષેત્રે  સંગીત વિરાસત સુગમ સંગીત ભક્તિ સંગીત ગરબા શ્રી ખુશાલીબેન જપનભાઈ  બક્ષીનું આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.

mahila-netrutva-divas-ujavni-jilla-panchayat-6.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *