મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કુસ્તીની રમતમાં યુનિવર્સિટીમાં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી છે.જેમાં ભાઈઓમાં કુલ પાંચ વિધાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાંથી ચાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને એક વિદ્યાર્થીને સિલ્વર મેડલ મળેલ છે. બહેનોમાં ત્રણ વિદ્યાર્થીનીઓ હતી જેમાં બે વિદ્યાર્થીનીઓ ગોલ્ડ મેડલ અને એક વિદ્યાર્થીનીને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. વિદ્યાર્થીઓમાં પ્રથમ વખત કોઈ રમતમાં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરનાર કઠલાલ કોલેજ પ્રથમ બની છે.સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુસ્તી રમતમાં વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ ઉમદા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે તે લોકોને ઓલ ઇન્ડિયામાં સિલેક્શન થશે અને આગળ રમવાનો મોકો મળશે. આ સિદ્ધિ બદલ કોલેજના સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ તેમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી હતી.


