વેપારીઓની દુકાનોના તાળા તુટ્યા,..
ઊના તેમજ ગીરગઢડામાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ રાત્રીના સમયે અલગ અલગ બે દુકાનોના તસ્કરોએ તાળા તોડી
અંદર પ્રવેશ કરી રોકડ રકમની ચોરી કરી નાશી છુટ્યા હોવા અંગેની બે વેપારીઓએ પોલીસમાં લેખિત ફરીયાદ કરી છે.
ગીરગઢડાના દ્રોણ ગામની બજારમાં અનાજ કરીયાણાની દુકાન ધરાવતા દિલીપભાઇ મણીલાલ વિઠલાણી ગત તા.૨૬ ના પોતાની
દુકાને અચાનક તબિયત બગડતા દુકાન બંધ કરી ઘરે ચાલ્યા ગયેલ હતા. અને બીજા દિવસે તા.૨૭ ના સવારે નિયમીત મુજબ દુકાને
ગયેલ ત્યાં દુકાનના બજારના ભાગે દરવાજાનો નકુચો ખુલ્લો જોવા મળેલ અને અંદર તપાસ કરતા ગલ્લામાં રહેલા રૂ. ૧૩૦૦ તેમજ
માતાજીના મંદિરમાં રૂ.૬૦૦૦ રોકડ રકમની અજાણ્યા શખ્સો ચોરી કરી નાશી છુટ્યા હોવાનું માલુમ પડતા આ બાબતે દિલીપભાઇએ
ગીરગઢડા પોલીસમાં લેખિત ફરીયાદ કરી હતી. તેમજ ઊનાની આનંદ બજારમાં મનિષભાઇ માખેચાની દુકાન આવેલી હોય તેમાં
રાત્રીના સમયે તસ્કરોએ દુકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી છુટક ચીલ્લર અંદાજે રૂ.૧ હજારની ચોરી કરી ગયેલ હોવાની લેખિત
ફરીયાદ ઉના પોલીસમાં કરી હતી. આમ ચોરીના બનાવો વધતા પોલીસ દ્રારા રાત્રીના ફ્રુડપેટ્રોલીંગ કરવા લોકોની માંગ ઉઠવા પામેલ
છે.


