કોડીનારમાં રહેતો શખ્સને ઉના ઝાંપા પાસે બાઇક સાથે ઉભો હોવાની બાતમી આધારે ગીરસોમનાથ જીલ્લા એસ ઓ જી ટીમે શખ્સ
પાસેથી બાઇકના જરૂરી કાગળો માંગ્યા હતા. પરંતુ બાઇકના કોઇજાતના કાગળો ન હોય અને વધુ પુછપરછ કરતા આ બાઇક તેના
કુંટુબી મહુવા રહેતા શખ્સે વહેચવા માટે આપેલ હોવાનું કબુલાત કરી હતી. આ બાઇક અગાઉ જામનગર ખાતેથી ચોરી થઇ હોવાની
પોલીસમાં ગુન્હો નોધાયેલ હોય આ બે શખ્સો વિરૂધ ફરીયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. એલ.ડી.મેતા, ઇબ્રાહીમશા બાનવા, કમલેશભાઇ પીઠીયા, ગોપાલભાઇ મોરી, સુભાષભાઇ
ચાવડા, શાંતીલાલ સોલંકી, મેહુલસિંહ પ્રતાપસિંહ પરમાર સહીત કોડીનાર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એસ.ઓ.જી.
સ્ટાફના કમલેશભાઇ પીઠીયા, ગોપાલભાઇ મોરી તેમજ મેહુલસિંહ પરમારને મળેલ સયુકત બાતમી હકીકત આધારે કોડીનારમાં ઉના
ઝાંપા પાસેથી દિપકભાઇ નાથાભાઇ ચુડાસમા, રહે. કોડીનાર વાળા પાસેથી બ્લેક કલરની હોન્ડા એકટીવા નં. GJ-10-BF-3776
બાઇકને લગતા કાગળો, આધાર, પુરાવા કે બીલ તેમજ વાહન માલીક અંગે કોઇ સંતોષકારક જવાબ આપવામાં આવેલ નહી. જેથી
બાઇક ચોરી કરી મેળવેલ હોય અને બાઇક બે/એક માસ પહેલા તેમના કુટુંબી ભાવેશભાઇ બીજલભાઇ ગુજરીયા રહે.મહુવા
જી.ભાવનગર વાળાએ વહેચવા માટે આપેલ હોવાની કબુલાત કરતા બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કોડીનાર પોલીસને
સોપવામાં આવેલ છે. તેમજ ચોરાયેલ બાઇકના માલીક અંગે પોકેટકો પાઇગુજકોપ એપ્લીકેશનમાં વિગતો મેળવતા ચેતનભાઇ
અરજણભાઇ, રહે.જામનગર નવાગામ પાર્ક વાળા હોય અને જામનગર ખાતે ચોરીનો ગુનો નોંધાયેલ હતો. આમ બાઇક ચોરી કરનાર
ટોળકીને જીલ્લા એસ ઓ જી ટીમએ પકડી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરેલ…
