Maharashtra

સોનમ કપૂર કમબેક કરવા તૈયાર, આગામી પ્રોજેક્ટ્‌સની રાહ જાેઈ રહી છે સોનમ

મુંબઈ
સોનમ કપૂર પ્રેગ્નન્સી બાદ ફિલ્મી દુનિયામાં કમબેક કરી રહી છે. તેણે ખુલાસો કર્યો કે, તે તેના પિતા અનિલ કપૂરથી પ્રેરિત છે, જે લગભગ ૫ દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ અભિનય પ્રત્યે ઉત્સાહી છે. સોનમ કહે છે, ‘મારા પિતા પાસેથી શીખવા જેવું ઘણું છે, તેઓ મારા પ્રેરણા છે, મારા મુખ્ય પ્રેરક છે. તે લગભગ પાંચ દાયકાથી કામ કરી રહ્યા છે અને તેમ છતાં, દરરોજ તે કામ પરનો પહેલો દિવસ હોય તેટલો જ ઉત્સાહિત હોય છે! હું ઈચ્છું છું કે હું હંમેશા તેમના જેવી બની શકું, કારણ કે હું પણ લાંબા સમય સુધી કામ કરવા માંગુ છું. સોનમ વધુમાં જણાવ્યું હતુ કે, ‘મારા પિતાએ કલા, ફિટનેસ અને શક્ય તેટલા લાંબા સમય સુધી લોકોનું મનોરંજન કરવાની તેમની ઈચ્છા પ્રત્યેના સમર્પણ સાથે તેમના બાળકો તેમજ ઇન્ડસ્ટ્રીમાં સાથી કલાકારો માટે ખૂબ ઊંચા ધોરણો સ્થાપિત કર્યા છે. હું પણ કામ કરવા માંગુ છું અને હંમેશા કંઈક રસપ્રદ અને અલગ કરવા માંગુ છું! તેઓ કહે છે, એકવાર તમે અભિનેતા બનો, તમે હંમેશા અભિનેતા છો! સેટ પર આવવું મારા માટે આનંદની વાત છે. કેમેરાની સામે રહેવું એ શુદ્ધ આનંદ છે.’ સોનમ કહે છે, ‘હું હવે મારા આગામી પ્રોજેક્ટ્‌સની રાહ જાેઈ રહી છું. હું મારી ગર્ભાવસ્થા પછી સેટ પર પાછા આવવા માટે ઉત્સાહિત છું. હું મારી વર્ક લાઈફને બેલેન્સ કરવા ઈચ્છું છું અને આગળ વધીને પરિવારને પણ સમાન સમય આપું છું. સોનમ ઉમેરે છે, ‘હું મારા જીવનને એવી રીતે શેડ્યૂલ કરી રહી છું કે ,હું વર્ષમાં બે પ્રોજેક્ટ પર કામ કરી શકું અને હજુ પણ અભિનેત્રી બની શકું! હું આ પરિપૂર્ણ કરવા માટે આત્મવિશ્વાસ અનુભવું છું, કારણ કે, મેં ઘણા વર્ષોથી મારા પિતાને કામ અને કુટુંબને સુંદર રીતે સંતુલિત કરતા જાેયા છે!’.

Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *