જામનગર જિલ્લામાં અને સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં સંભવિત 'બિપરજોય' વાવાઝોડાની આપત્તિની ક્ષણે
જામનગર જિલ્લામાં દરિયાકિનારાના વિસ્તારો, કાચા મકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું જામનગર વહીવટી
તંત્ર દ્વારા સુરક્ષિત આશ્રય સ્થાનો પર સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા નાના
ભૂલકાઓની ખાસ સાર- સંભાળ રાખવામાં આવે છે.
જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સિક્કા માધ્યમિક શાળામાં આશ્રિતોને પ્રાથમિક સારવાર કીટનું
વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ સિક્કા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જે લોકોને જરૂર જણાય તો રીફર કરાવવામાં આવે છે.
તેમની ત્યાં સારવાર કરવામાં આવે છે. આ આશ્રય સ્થળોમાં રહેલા 30 જેટલા બાળકોમાં તાવ, શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ
માટે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમની મેડિકલ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જામનગર
તાલુકાના સિક્કા વિસ્તારમાં અત્યારે 50 આશ્રિતોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
આરોગ્ય અધિકારી શ્રી ડો. હારુન ભાયા અને જિલ્લા આરોગ્ય પ્રોગ્રામ કો ઓર્ડીનેટર શ્રી યજ્ઞેશ ખારેચાના માર્ગદર્શન હેઠળ
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડૉ. ચિરાગ દોમડિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ડો. જાગૃતિ જેઠવા,
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી ડો. પ્રિયંકા રાઠોડ અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર શ્રી વૈભવ દ્વારા આશ્રિતોને પ્રાથમિક સારવાર,
બાળકોની આરોગ્ય તપાસણી અને દર્દીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.
