બિપોરજોય વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ પશુઓને સારવાર મળી રહે અને તેમને કોઈ મુશ્કેલી ન થાય તે માટે
રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારની સ્થિતિને અનુલક્ષીને ખાસ મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી ટીમ (મોબાઈલ પશુ દવાખાના) માટે સતત ખડે પગે રાખવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તથા માળિયાહાટીના તાલુકામાં પશુઓ માટે ખાસ મોબાઇલ વેટરનરી ડિસ્પેન્સરી ટીમ (મોબાઈલ પશુ દવાખાના) તૈનાત કરવામાં આવ્યા છે.


