Gujarat

મોરબીમાં ઝૂલતો બ્રિજ દુર્ધટના કેસમાં વિશેષ સરકારી વકીલ એસ.કે.વોરાએ રાજીનામું

રાજકોટ
મોરબીમાં ઝૂલતો બ્રિજ દુર્ધટના કેસમાં સરકાર દ્રારા નિયુક્ત કરેલા વિશેષ સરકારી વકીલ એસ.કે.વોરાની નિમણૂક કરી હતી. એસ.કે.વોરાએ આ કેસના સ્પેશિયલ સરકારી વકીલ તરીકે રાજીનામું આપી દીધું છે.એસ.કે.વોરાએ આજે અચાનક જ આ કેસમાંથી રાજીનામું આપી દીધું છે.એસ.કે વોરા હાલમાં રાજકોટના મુખ્ય સરકારી વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.એક તરફ પીડિત એસોસિએશન દ્રારા એસ.કે.વોરાની સતત ગેરહાજરી અંગે ચીફ જસ્ટીસને પત્ર લખ્યા બાદ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક થયા છે. એસ.કે.વોરાએ રાજ્ય સરકારને મોરબી બ્રિજ દુર્ધટના કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રાજીનામું આપ્યા છે જેમાં તેઓએ પોતાને કામનું ભારણ હોવાનો ઉલ્લેખ કર્યો છે.સરકારને કરેલી રજૂઆતમાં એસ.કે.વોરાએ કહ્યું હતુ કે તેઓ બે કેસોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર છે અને રાજકોટ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ છે જેથી તેઓ કામમાં રોકાયેલા છે અને તેઓ સમય આપી શકતા નથી જેના કારણે તેઓ આ ફરજમાંથી મુક્ત થવા માંગે છે. એસ.કે વોરાએ રાજીનામું આપ્યું તે પહેલા પિડીત પરિવારના એસોસિએશન દ્રારા ચીફ જસ્ટિસને પત્ર લખીને એસ.કે.વોરાની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો હતો.પિડીત એસોસિએશન દ્રારા પત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે મોરબી બ્રિજ દુર્ધટના કેસમાં કલમ ૩૦૨ દાખલ કરવાની અરજી અંગેની સુનવણીમાં એસ.કે વોરા સતત ગેરહાજર રહે છે. એસ.કે.વોરા સતત ૬ મુ્‌દ્દત સુધી ગેરહાજર રહેતા તેની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.પિડીત એસોસિએશનના આ પત્રની ગણતરીની કલાકોમાં જ એસ.કે.વોરાએ રાજીનામું આપી દીધું હતું.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *