Gujarat

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સુપરવાઇઝિંગ ઓફિસર્સ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અમદાવાદ દ્વારા તેમના સ્થાપક સ્વ શ્રી બી એમ સંધવી ની પુણ્યતિથિ ની ઉજવણી

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સુપરવાઇઝિંગ ઓફિસર્સ કો- ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી અમદાવાદ દ્વારા પ્રતિ વર્ષ ની માફક આ વર્ષે પણ તેમના સ્થાપક સ્વ. શ્રી બી એમ સંઘવી સાહેબ ની ૪૩ મી પુણ્યતિથિ ની ઉજવણી ના ભાગ રૂપે તા. ૦૫.૦૮.૨૦૨૩ ને શનિવાર ના રોજ સાબરમતી આશ્રમ સ્થિત સ્ત્રી અધ્યાપન મંદિર ની અંતેવાસી એવી લગભગ 100 દીકરીઓ ને એક માસ ચાલે તેટલા રાશન માટે નું અનુદાન આપવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમ ની શરૂવાત માં સંસ્થા ના ટ્રસ્ટી શ્રી અજીત દાદા એ ઉપસ્થિત સર્વે મહાનુભાવો નું શબ્દો થી / સૂતર ની આંટી પહેરાવી સ્વાગત કરેલ અને ત્યારબાદ એસબીઆઈ ઓફિસર્સ એસોસિયેશન ના જનરલ સેક્રેટરી શ્રી રંજન કરણ, પ્રમુખ શ્રી નિલેશ રાડિયા તથા ક્રેડિટ સોસાયટી ના સેક્રેટરી શ્રી કેતન પારેખ દ્વારા પ્રસંગોચીત ઉદબોધન દ્વારા સંસ્થા ની પ્રવૃત્તિ ઓ ને બિરદાવવા માં આવેલ હતી. સાથે સાથે તેમણે સૌ એ આટલી સુંદર અને સારી સંસ્થા ને પસંદ કરવા બદલ શ્રી રોહિત ભાઈ સંઘવી નો ખુબ આભાર માનેલ હતો. ઉપરોક્ત કાર્યક્રમ માં એસોસિએશન ના અન્ય પદાધિકારીઓ શ્રી ચેતન રાઠોડ, શ્રી નિલેશ ભાવસાર, એસબીઆઈ એમ્પ્લોયીઝ યુનિયન ના જનરલ સેક્રેટરી શ્રી અનિલભાઈ ડાવર તથા શ્રી રોહિત ભાઈ સંઘવી ના પરિવાર ના સભ્યો, સગા સંબંધીઓ, મિત્રો વગેરે બહોળી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગ ની શોભા માં અભિવૃદ્ધિ કરેલ હતી તેમજ સારી એવી રકમ અનુદાન તરીકે પણ જાહેર કરેલ હતી. અંત માં સંસ્થા વતી નિમિષા બેન દ્વારા આભારવિધિ કરવામાં આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુ શ્રી પ્રિયા દ્વારા કરવામાં આવેલ હતું. અને સમગ્ર કાર્યક્રમ ના આયોજન માટે સ્ત્રી અધ્યાપન સંસ્થા ના શ્રી અનિશ ભાઈ એ ભારે જહેમત ઉઠાવેલ

IMG-20230808-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *