Gujarat

વડોદરામાં ગણેશ ઉત્સવમાં ૯ ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ

વડોદરા
વડોદરામાં ગણેશ ઉત્સવને લઇને પોલીસ વિભાગે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે. ગણેશ ઉત્સવમાં ૯ ફૂટથી ઊંચી પ્રતિમા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ૯ ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમા બનાવવા, વેચવા કે સ્થાપન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ર્ઁંઁ કે ફાયબરની ૫ ફૂટથી ઊંચી પ્રતિમાના સ્થાપન પર પણ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. માટીની ૯ ફૂટની ગણેશ પ્રતિમાનું ગણેશ ભક્તો સ્થાપન કરી શકશે. જાે કે બીજી તરફ ગણેશ પ્રતિમાની ઊંચાઇને લઇને વિવાદ વકરે તેવી શક્યતા છે. મૂર્તિકારો અને આયોજકો જાહેરનામાનો વિરોધ કરે તેવી શક્યતા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી કરાશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *