જૂનાગઢ
જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહને હટાવવા માટે મહાનગરપાલિકા દ્રારા નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ ટોળું એકઠુ થયું હતું અને હોબાળો કર્યો હતો આ સમયે તોફાની તત્વોએ હોબાળો કરતા પથ્થરમારો પણ કર્યો હતો જેમાં પોલીસકર્મીને ઇજા પણ થઇ હતી. પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે. હાલ શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે.. રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનો સળગાવી દીધા હતા. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવો પડ્યો. હાલ આ વિસ્તારમાં ભારે તણાવ છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.મજેવડી દરવાજા ખાતે થયેલ પથ્થરમારાના મામલે પોલીસે ૧૭૪ લોકોની અટકાયત કરી છે. પથ્થરમારાની ઘટનામાં પોલીસ કર્મી સહિત કેટલાક લોકોને ઇજા થઇ છે.


