છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એપીએમસી ખાતે વણકર સમાજ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિધાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ ગીતાબેન રાઠવા ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સાંસદ સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અંજુબેન વિનોદભાઈ સકસેના તથા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મુકેશભાઈ રાઠવા તેમજ વણકર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર