જિલ્લાનો સૌથી મોટો ડેમ અડધો ભરાયો!
પોણાભાગનો વરસાદ ખાબકી ગયો પણ ડેમ અડધો ખાલી
છોટાઉદેપુર જિલ્લાનો સૌથી મોટો અને સૌથી વધુ પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતો સુખી ડેમ અડધો ભરાયો છે. ડેમ સાઈટ પર વાર્ષિક સરેરાશ વરસાદની તુલનાએ પોણા ભાગનો વરસાદ વરસી ગયો છે. સુખી સિંચાઈ યોજનાથી જેતપુર પાવી, બોડેલી અને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં સિંચાઈની સગવડો ઉપલબ્ધ થાય છે. ડેમની હાલની જળ સપાટી 143.32 મીટર છે. જ્યારે ડેમનું એફ આર એલ 147.82 મીટર છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 10 દિવસ પેહલા બારે મેઘ ખાંગા વરસાદ પડ્યો હતો. જેમાં અન્ય વોટર બોડી તો ક્યારની યે છલકાઈ ગઈ છે. પરંતુ સુખી ડેમ હજી અડધો જ ભરાઈ શક્યો છે.
સુખી ડેમ પર રૂલ લેવલ એટલે કે ડેમનું જળસ્તર નિયત સમયમાં જાળવવાનું થાય તે લેવલ 146.63 મી.છે. રૂલ લેવલથી હાલની જળ સપાટી લગભગ સવા ત્રણ મીટર હજી દૂર છે
સુખી ડેમ કુલ 4 કીમી કરતાં વધુ લાંબો છે.સુખી નદી પર વિશાળ જળ સરોવર ભરાયેલું છે.વરસાદનો પહેલો રાઉન્ડ ખૂબ ધમાકેદાર રહ્યો હતો.પૂર્વ પટ્ટીમાં ચારે તરફ ભારે તબાહી વેરાઈ છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ નદી નાળાઓ છલકાઈ ગયા હતા. જિલ્લાની સૌથી વિશાળ ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકા ભારે વરસાદ લીધે જળબંબાકારમાં ફેરવાયા હતા. અત્યારે નાના તળાવ અને વોટર બોડીઝ લગભગ ભરાઈ ગયા છે. સુખી ડેમનું વિશાળ ઘેરાવો ધરાવતું સરોવર છે. ડેમના ઉપરવાસમાંથી ડ્રેનેજ બેઝિન વિસ્તારના પાણી ડેમના પાળા પાસે આવી પહોંચતા રાયેલું તળાવ અત્યારે કુલ સંગ્રહ ક્ષમતાના લગભગ અડધું ભરાયું છે.છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતો એક માત્ર સુખી ડેમ અડધો ભરાયો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


