Delhi

સુપ્રિમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને ફગાવી આત્મસમ્માન લગ્નોને મંજુરી આપી

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે ૨૮ ઓગસ્ટ સોમવારે દ્રાસ હાઈકોર્ટના ચુકાદાને બાજુ પર રાખીને વ્યક્તિના જીવનસાથી પસંદ કરવાના મૂળભૂત અધિકારને સમર્થન આપ્યું હતું. આ ચુકાદામાં, મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે વકીલોની ઓફિસમાં કરવામાં આવતા લગ્ન હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ મુજબ માન્ય નથી. સુપ્રીમ કોર્ટ સમક્ષનો કેસ કલમ ૭છ મુજબ સ્વ-લગ્ન પ્રણાલી પર આધારિત હતો, જેને હિંદુ મેરેજ એક્ટમાં તમિલનાડુ સુધારા દ્વારા હિંદુ મેરેજ એક્ટમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ કલમ મુજબ, બે હિંદુઓ તેમના મિત્રો અથવા સંબંધીઓ અથવા અન્ય વ્યક્તિઓની હાજરીમાં ધાર્મિક વિધિઓનું પાલન કર્યા વિના અથવા પૂજારી દ્વારા લગ્ન કર્યા વિના લગ્ન કરી શકે છે. સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં આત્મસમ્માન લગ્નોને મંજૂરી આપી હતી. મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે સોમવારે આ આદેશ આપ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે વકીલો તેમની ઓફિસમાં આવા લગ્ન કરાવી શકતા નથી. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ર્નિણયને ખારિજ કર્યો હતો. બે ન્યાયાધીશોની આ બેન્ચે કહ્યું કે સંશોધિત હિંદુ મેરેજ એક્ટ હેઠળ, દંપતીને વ્યક્તિગત રીતે જાણવાના આધારે, તેઓ કાયદાની કલમ-૭ (છ) હેઠળ લગ્ન કરી શકે છે. કોર્ટે કહ્યું કે વકીલો પ્રોફેશનલ કેપેસિટીમાં કામ નથી કરી રહ્યા પરંતુ આ કામ કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ ઈલાવરસન નામના વ્યક્તિની અપીલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં તેની હેબિયસ કોર્પસ અરજી ફગાવી દેવામાં આવી હતી. એડવોકેટ એથિનમ વેલને, ઇલાવરસન તરફથી હાજર રહીને દાવો કર્યો હતો કે તેણે અને તેની પત્નીએ સુયમરિયાથાઈ લગ્ન(આત્મસમ્માન લગ્ન) કર્યા હતા અને તે હજુ પણ તેના પરિવારની ગેરકાયદેસર કસ્ટડીમાં છે. આત્મસમ્માન લગ્ન શું છે?.. જે જણાવીએ, ૧૯૬૮ માં, તમિલનાડુ સરકારે સુયમર્યાથાઈ લગ્નોને એટલે કે આત્મસમ્માન લગ્નને કાયદેસર બનાવવા માટે કાયદાની જાેગવાઈઓમાં સુધારો કર્યો. તેનો હેતુ લગ્ન પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. આ સિવાય બ્રાહ્મણ પુરોહિત, પવિત્ર અગ્નિ અને સપ્તપદી (સાત ફેરા)ની અનિવાર્યતા નાબૂદ કરવાની હતી. આ સુધારો ઉચ્ચ જાતિના પૂજારીઓની જરૂરિયાતને દૂર કરવા અને લગ્ન કરવા માટે વિસ્તૃત વિધિઓ કરવા માટે કરવામાં આવ્યો હતો. જાે કે, આ લગ્નો પણ કાયદા મુજબ રજીસ્ટર કરાવવા જરૂરી હતા.

File-01-Page-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *