સુરતઃ અખિલ ભારતીય સેવાદળ – સુરત શહેરના કાર્યકરોનો સ્નેહમિલન સમારંભ કાઉન્સિલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલના પ્રમુખ પદે યોજાયો હતો.સમારંભની શરૂઆત વંદેમાતરમના સમૂહગાનથી થઈ હતી.જિલ્લધીનાયક મોહંમદ ઇકબાલ શેખએ આગામી કાર્યક્રમો અંગેની રૂપરેખા આપી હતી.જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ૫ મી જૂનથી ૧૫ મી ઓગસ્ટ સુધી દર શનિવારે સુરતના જુદા જુદા વિસ્તારોમાં વિનામૂલ્યે રોપા વિતરણ, પહેલી જુલાઈએ વસંત.રજબ દિનની ઉજવણી તેમજ આ નિમિત્તે કોમી એકતાના શેરી નાટકના કાર્યક્રમો અને ૧૫ મી ઓગસ્ટના રોજ સરદારભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.સુરત શહેર સેવાદળ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ સોનારિયાવાલા ૭૫ માં વર્ષમાં પ્રવેશ કરતા હોય તેઓનું શ્રી પ્રભુદાસ પટેલના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.સંગઠક શ્રી એલ. ડી.પાલડીયા,શ્રી કરમશિભાઈ ભૂવા તેમજ સર્વ શ્રી સિદ્દીક અંસારી,દેવેન્દ્ર પ્રજાપતિ,આબીદ અલી સૈયદ,અનિલ ઠાકોર,જયંતીભાઈ વાઘેલા,રામસાગર પાઠક,દિનેશ રાણા,મહેશ કેવડીયા,અરવિંદ પાઘડાલ,કાનજીભાઈ માવાની,કનુભાઈ,બાલુભાઈ શ્યાની,પ્રફુલ્લ દોશી,વિઠ્ઠલભાઈ,મહિલા હોદ્દેદારો શીરીનબાનું પઠાણ,ફાલ્ગુની મહેતા,દક્ષાબેન ભાવસાર,અરૂણાબેન પંડ્યા અને તમામએ પુષ્પોથી સન્માન કરી શુભેચ્છા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લાધિનાયક મોહંમદ ઇકબાલ શેખએ કર્યું હતું.રાષ્ટ્રગીતના સમૂહગાન સાથે કાર્યક્રમ પૂરો થયો હતો
રિપોર્ટ દક્ષાબેન ભાવસાર સુરત 9426555756
