ઉનામાં ઘરફોડ ચોરી, જુગાર સહીતનાં બનાવો દીવસે દીવસે વધી રહ્યા છે ત્યારે થોડા પહેલાં રહેણાંક મકાન માંથી મોબાઇલ તેમજ
રોકડ રકમની ચોરી થઈ હતી. તેમજ કોપરના વાયરની ચોરી કરનારા શખસોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. આ ઉપરાંત
જાહેરમાં જુગાર રમતા 6શખ્સોને પોલીસે ઝડપી પાડેલ છે. આમ ઉના પોલીસે કુલ રૂ.1.6 લાખના મુદ્દામાલ સાથે બે ચોરી કરનાર
તેમજ 6જુગારીઓને પકડી કાયદેસરની કાયૅવાહી હાથ ધરેલ છે..
ઉના સર્વલન્સ સ્કોર્ડ પેટ્રોલીંગમાં દરમ્યાન પો.કોન્સ કૌશિકસિંહ અરશીભાઇ વાળા, નલીનભાઈ બાલાભાઈ સોલંકી સહીતના સ્ટાફે
સંયુક્ત બાતમી આધારે બસ સ્ટેશનના જાપા પાસે ઉભો શખ્સ રસ્તામાં મોબાઇલ ફોન વેચવા માટે બસ સ્ટેશનમાં આવતા-જતા
લોકોને ઉભા રાખી ભાવ તાલ કરે છે તેની પાસે જે મોબાઇલ છે તે શંકાસ્પદ અને ચોરીનો હોય તેવી બાતમી હકીકત મળતાં સર્વલન્સ
સ્કોર્ડ સ્થળે પહોંચી જઈ શખ્સનું નામ પુછતાં ભનુભાઈ રામભાઇ પરમાર ઉનાના મેણ ગામે રહેતો હોવાનું જણાવેલ હતું. અને તેની
પાસે મોબાઈલ મોડેલ નં-8S 5G જેના કી.રૂ ૧૫૦૦૦ તેમજ રોકડા રૂ. ૧૦,૦૦૦ મળી આવેલ હતો. આ શખ્સની વધું પુછપરછ
કરતા મોબાઈલ તથા રોકડા રૂપિયા ઉના શહેરમાં શિવપુજા કોમ્પલેક્ષના ફલેટમા ચોરી કરેલાની કબુલાત કરી હતી. આથી પોલીસે
મુદ્દામાલ કબ્જે કરી સખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે..


