રાજકોટ
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. એક જ મહિનામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી ચુક્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી જળાશયો છલકાયા છે. આ તરફ રાજકોટમાં જેતપુરનો સુરવો-૨ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ખજૂરી ગુંદાળા ગામ પાસે આવેલો સુરવો-૨ ડેમ છલકાયો છે. સુરવો-૨ ડેમના ૫ દરવાજા ૪ ફૂટ સુધી ખોલાયા. સુરવો ડેમ-૨ ત્રીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ખીરસરા, ખજૂરી ગુંદાળા, થાણાગાલોળ ગામ એલર્ટ પર છે. બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
