જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તા.૧૭/૦૬/૨૦૨૩ શનિવારના રોજ નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિતે પ્રિ-યોગા ડે કાર્યક્રમ રૂપે ‘સૂર્ય નમસ્કાર’નું કુલપતિશ્રી પ્રો.(ડૉ.)ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અને રજીસ્ટ્રાર ડો.મયંકભાઈ સોનીના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ નિષ્ણાંત તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જુનાગઢ જિલ્લા કોચ શ્રી પ્રતાપભાઈ થાનકીએ પોતાની સેવા આપી હતી. તેઓની સાથે અન્ય યોગ ટ્રેઈનર્સ શ્રી એમ.ડી.ચૌહાણ, શ્રી જીતેન્દ્રસિંહ ચૌહાણ, શ્રીમતી ઉષાબેન ચૌહાણ(થાનકી) પણ જોડાયા હતા.
સૂર્ય નમસ્કારમાં યુનિવર્સિટીના તમામ ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન તથા અંતમાં આભારવિધિ યોગા ડે કો-ઓર્ડીનેટર ડો.પરાગ દેવાણી એ કરી હતી.


