સજા પ્રેસનોટ
સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને લોન ભરપાઈ ન કરવા બદલ એક વર્ષની જેલ અને દંડની સજા
જામનગર :
જામનગર ની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલની સજા અને રૂ ૨૦૪૭૫૫ની રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.
સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને જામનગરના રહેવાસી કુલદીપ શ્યામકિશોર મિશ્રાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી. અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો.
કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૨૫૫ (૨) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને ૧(એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ ૨૦૪૭૫૫/- નો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી. કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.
રિપોર્ટર કિંજલ કલસરિયા


