Gujarat

બનાસકાંઠામાં યુવતીને મેસેજ કરવા મુદ્દે તાલિબાની સજા

બનાસકાંઠા
બનાસકાંઠામાં વધુ એક તાલિબાની સજાનો વીડિયો વાયરલ થયો છે. બનાસકાંઠામાં બે યુવકોને દોરડાથી બાંધીને મહિલા સહિત અન્ય લોકોએ માર માર્યો છે. સરહદી વિસ્તારના વાવના કોઈ ગામનો વીડિયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. યુવતીને મેસેજ કરવા મુદ્દે તાલિબાની સજા આપી હોવાની આશંકા કરવામાં આવી છે. પરંતુ વાયરલ વીડિયોની ય્દ્ગજી પુષ્ટિ કરતું નથી. તો આ અગાઉ પણ બનાસકાંઠાનો તાલીબાની સજાનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયો વાવના તિર્થગામનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યુ હતુ. વાદી સમુદાયના બે યુવાનોએ ભિક્ષા માગતા સમયે મહિલાઓના ફોટા પાડ્યા હોવાની શંકાના આધારે સ્થાનિકોએ તેમને પકડ્યા હતા અને તેમના સમાજના આગેવાનોને સોંપ્યા હતા. સમાજના આગેવાનોએ બંને યુવાનોને મહિલાઓના કપડાં પહેરાવી ગળામાં ચપ્પલનો હાર પહેરાવી, માર મારી તાલિબાની સજા આપી હતી.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *