અતિભારે વરસાદના કારણે માળીયાહાટીના તાલુકાના જૂથળ ગામના રહીશ ભાદરકા કડવાભાઈ ઝીણાભાઈનું અને બે બળદનું ભારે પૂરમાં તણાઈ જવાથી મોત નીપજ્યા હતા. આ દુ:ખદ ઘડીમાં મૃતકના પરિવાર સાથે સહભાગી થઈ તંત્ર દ્વારા સરકારશ્રીના ધારા ધોરણ મુજબ મુતકના પત્નીને રૂ. ૪ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ ઘટનામાં બળદના માલિક મેરામણભાઇ ઝીણાભાઈ ભાદરકાને પણ બે બળદના મૃત્યુના વળતર પેટે રૂ.૫૦,૦૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.
તા.૧૪-૭-૨૦૨૩ની આ ઘટનામાં મૃતક ભાદરકા કડવાભાઈ ઝીણાભાઈ પાણીધ્રાથી જુથળ ગામે પોતાના ઘરે પરત ફરતી વેળાએ અતિભારે વરસાદના પગલાં રસ્તામાં વેકરા ઉપરથી પસાર થતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બળદ સાથે પૂરમાં તણાયા હતા.