માણાવદરના ગાયત્રી મંદિરે બિરાજમાન ટપકેશ્વર મહાદેવને આજે ચંદ્રયાન -3ની થીમ પર શણગાર કરવામા આવેલ. જેમા ચંદ્ર પર ઉતરેલા ચંદ્રયાન તથા તેનુ રોવર દ્રશ્યમાન થાય છે. સાથે જ ઈસરો ની પણ સરાહના કરતુ યાન પણ દ્રશ્યમાન થઇ રહ્યુ છે. આ શણગાર માટે ગાયત્રી મંદિરના ગૌ સેવક ગૃપના સભ્યો વિશ્વરાજસિંહ જાડેજા, વિરેન રિસ્કા,દશઁન પાણખાણીયા,યજ્ઞેશ રાવલીયા, તથા અન્ય સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
તસવીર જયદીપ બરવાડીયા

