ગાંધીનગર
શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) ્છ્(જી) ની મુખ્ય પરીક્ષા આગામી ૧૮ જૂન ૨૦૨૩ ના રોજ યોજાવાની હતી. જાે કે બિપોરજાેય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે ્છ્(જી)ની મુખ્ય પરીક્ષા ૨૫ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. આ અંગેની માહિતી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપી છે. આ ર્નિણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.મહત્વનું છે કે દરિયામાંથી ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું ભીષણ તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગે જેવી આગાહી કરી છે. જેનાથી સ્પષ્ટ છે કે આગામી ૨૪ કલાક ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ખુબ જ ઘાતક છે. આગામી કલાકોમાં વાવાઝોડા સામે આરપારની લડાઇનો પ્રારંભ થશે.કચ્છ પર આગામી ૨૪ કલાકમાં કુદરત સૌથી મોટો પ્રહાર કરી શકે છે. સમુદ્ર સાથે કચ્છનો મહાસંગ્રામ છે. તંત્રની તૈયારીઓ પુરી છે. તબાહીને ટાળવા અથવા ઓછી કરવાની કોશિશ છે. ત્યારે આ વચ્ચે ્છ્(જી)ની મુખ્ય પરીક્ષા આગામી ૧૮ જૂન ૨૦૨૩ ના યોજાવાની હતી. જેને મોકૂફ રાખવામાં આવી છે.બિપરજાેય વાવાઝોડુ ધીરે ધીરે આગળ વધી રહ્યુ છે, તેમ તેમ તેની સામે અડીખમ રહેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાથી લઈને દ્ગડ્ઢઇહ્લ,જીડ્ઢઇહ્લને સ્ટેન્ડબાય રાખવા સુધીના પ્રયત્નો હાથ ધરાયા છે.


