Gujarat

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના ચાર મહાનગરોના ૨૨૨ કેન્દ્રો પર TATની મુખ્ય પરીક્ષા યોજાઈ

અમદાવાદ
રાજ્યમાં ધોરણ ૯ અને ૧૦ ના શિક્ષક બનવા માટે લેવાતી ્‌છ્‌ ની અભિયોગ્યતા કસોટીમાં આ વર્ષે પ્રિલીમ બાદ પ્રથમ વાર મુખ્ય પરીક્ષા યોજાઈ. પ્રિલીમ પાસ કરનાર ગુજરાતના ૬૦ હજારથી વધુ ઉમેદવારો આજે પ્રથમવાર મુખ્ય પરીક્ષા આપી રહ્યા છે. જેમા ૧૦૦-૧૦૦ માર્કસના બે પેપર મુખ્ય પરીક્ષામાં લેવાશે.રાજ્યની માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની ટાટ પરીક્ષા પ્રથમ વાર દ્વિસ્તરીય સ્તરે લેવાઈ રહી છે. અગાઉ પ્રિલીમ પરીક્ષા પાસ કરનાર ૬૦ હજારથી વધુ ઉમેદવારો આજે ટાટની મેન્સ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ જિલ્લો અને શહેર, સુરત, વડોદરા, રાજકોટ એમ પાંચ જગ્યા પર ના ૨૨૨ સેન્ટર પર ટાટ ની મુખ્ય પરીક્ષા લેવાઈ રહી છે.જેમાં સવારે ૧૦ઃ૩૦ થી ૧ઃ૦૦ વાગ્યા સુધી ભાષા ક્ષમતાનું પેપર અને બપોરે ૩ વાગ્યાથી વિષયવસ્તુ અને પધ્ધતિશાસ્ત્રના ૧૦૦-૧૦૦ માર્કસના બે પેપર લેવાઈ રહ્યા છે. આજની પરીક્ષા બાદ આગામી સમયે મુખ્ય પરીક્ષાના પરિણામો જાહેર કરાશે. કલાસ ૩ માં પણ રાજ્ય સરકારે દ્વિસ્તરીય પરીક્ષા અમલી કરાયા બાદ આ પ્રથમ વાર ટાટ માં પણ બે પરીક્ષા યોજાઈ રહી છે.પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોએ જણાવ્યું કે આ અગાઉ પણ સરકાર ્‌ઈ્‌, ્‌છ્‌ ની પરીક્ષા લીધા બાદ ભરતી નથી કરી શકી. એક અંદાજ મુજબ રાજ્યની સરકારી શાળાઓમાં ૭૦ હજારથી વધુ શિક્ષકોની ઘટ છે, ત્યારે ્‌છ્‌ ના પરિણામો જલ્દી જાહેર કરી ભરતી કરવામાં આવે એ જરૂરી છે. કોમ્પ્યુટર વિષયમાં ્‌છ્‌ પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોએ કહ્યું કે રાજ્યની સરકારી શાળાઓમાં પડેલ કોમ્પ્યુટર ધૂળ ખાઈ રહ્યા છે અને સરકાર કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી નથી કરી રહી. આ અગાઉ ૨ વાર કોમ્પ્યુટર વિષયના ઉમેદવારો અભિયોગ્યતા કસોટી આપી ચુક્યા છે પરંતુ ત્યારબાદ ભરતી જ નથી થઈ ત્યારે આ ત્રીજીવાર પરીક્ષા આપવા આવ્યા છીએ.

Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *