Gujarat

નરેડી ગામે 100 ચો.વાર પ્લોટ ફાળવવા અંગે ગ્રામ પંચાયતે જરૂરી કાર્યવાહી નહી કરતાં TDO એ ગ્રામ પંચાયતને નોટિસ ફટકારી

દિવસ 7 માં જરૂરી આધાર પુરાવા સાથે ખુલાસો રજૂ કરવા TDO એ હુકમ કર્યો
જૂનાગઢના વંથલી તાલુકાના નરેડી ગામના 100 ચોરસ વાર પ્લોટના લાભાર્થીઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે રજૂ કરવામાં આવેલ અરજી ફોર્મ બાબતે નરેડી ગ્રામ પંચાયત દ્વારા જરૂરી અભિપ્રાય સહિત લે-આઉટ પ્લાન તૈયાર કરી મંજૂર કરવા આજદિન સુધી કોઈ કાર્યવાહી હાથ ધરેલ ન હોય જેને લઇ TDO એ પત્ર મારફત સરપંચને જરૂરી પૃતતા કરવા તેમજ લે આઉટ પ્લાન સાથે વિગતવાર અભિપ્રાય સાથે કાર્યવાહી કરવા જણાવેલ હતું.પરંતુ ગ્રામ પંચાયત નરેડી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં ન આવતા નરેડી ગ્રામજનોને ધરણા પર બેસવાની ફરજ પડી હતી.ત્યારે પંચાયતે પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલ હોવાનું માનવાને કારણે ગ્રામ પંચાયત વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 252 કલમ 253 મુજબ કાર્યવાહી કરી શા માટે દરખાસ્ત ન કરી  તે દિવસ 7 માં જરૂરી લેખિત આધાર પુરાવા સાથે ખુલાસો રજૂ કરવા તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી વધુમાં નોટિસમાં ઉલ્લેખ કરાયો હતો કે સમય મર્યાદામાં જરૂરી ખુલાસો રજૂ કરવામાં નહીં આવે તો ગ્રામ પંચાયત વિરુદ્ધ નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે વડી કચેરીએ દરખાસ્ત કરવા ની ફરજ પડશે તેવું પણ લેખિતમાં ગંભીરતાપૂર્વક જણાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230710_165532.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *