Gujarat

ઓસ્ટ્રેલિયા સામે હોમ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

એશિયા કપમાં ચેમ્પિયન બન્યા બાદ, ટીમ ઈન્ડિયા શ્રેણી માં ઓસ્ટ્રેલિયાનો સામનો કરવા માટે તૈયાર છે. બંને ટીમોની આ શ્રેણી ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની પ્રથમ બે વનડેમાં કેએલ રાહુલને ટીમની કમાન સોંપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ??આર અશ્વિનની ક્રિકેટમાં વાપસી થઈ છે. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બોલિંગ કરી હતી. આ સિવાય રુતુરાજ ગાયકવાડને પણ નંબર વન ટીમ સામે તક મળી છે. ગાયકવાડ એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતા પણ જાેવા મળશે. રોહિત શર્મા પ્રથમ બે વનડેમાં ટીમની કેપ્ટનશીપ કરતો જાેવા મળશે નહીં. આ સિરીઝ માટે ભારતીય ટીમના કેપ્ટન સહિત ૩ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. દ્ભન્ રાહુલ ટીમ ઈન્ડિયામાં કેપ્ટન તરીકે પરત ફર્યો છે. તાજેતરમાં એશિયા કપમાં રાહુલે મહિનાઓ બાદ ઈજામાંથી શાનદાર વાપસી કરી હતી. ઈજા પહેલા ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા રાહુલે શાનદાર સદી ફટકારી હતી. તે જ સમયે, હવે વર્લ્ડ કપ પહેલા, તેને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પ્રથમ બે વનડેમાં કેપ્ટનશિપ કરવાની તક મળી છે.

પ્રથમ ૨ માટે ટીમ ઈન્ડિયા આ પ્રકારે છે જેમાં ભારત- દ્ભન્ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન, આર. , મોહમ્મદ શમી, મોહમ્મદ. સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.

ત્રીજી અને અંતિમ ર્ંડ્ઢૈં માટે ટીમ આ પ્રકારે છે જેમાં રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સન. , કુલદીપ યાદવ , આર અશ્વિન , જસપ્રિત બુમરાહ , મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ.
શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રકારે છે જેમાં ઓસ્ટ્રેલિયા- પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જાેશ હેઝલવુડ, જાેશ ઈંગ્લિસ, સ્પેન્સર જાેન્સન, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *