Gujarat

આરોગ્યની ટીમો દ્વારા કુંકાવાવ તાલુકાની શાળાઓમાં વિનામૂલ્યે ધોરણ-૫ થી ૧૦ના તમામ બાળકોને ટિટેનસ ને ડિપ્થેરિયાની વેક્સિન અપાશે   

રાજ્યના આરોગ્ ય વિભાગે તેમની ટીમો દ્વારા  ટિટેનસ અને ડિપ્થેરિયા જેવા ચેપી અને જીવલેણ રોગ  સામે પ્રતિકાર કરતી TD વૈકિસન પ્રત્યેક ૧૦ અને ૧૬ વર્ષની રસી ધોરણ-૫ અને ધોરણ-૧૦ના તમામ બાળકોને આ વયના તમામ કિશોરોએ ફરજીયાત લેવી જોઇએ. આ કારણથી વિનામૂલ્યે આપવામાં આવશે.
કુંકાવાવ તાલુકામાં આ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. TDના વેક્સિનેશન દ્વારા બાળકોને સશક્ત બનાવવાનો આ પ્રયાસ છે. ટિટનેસ (ધનુર) અને મોટી ઉંમરના બાળકોમાં થતો ડીપથેરીયા (ગળાનો ગંભીર ચેપી રોગ)નું સંયોજન TD વેક્સિન છે,  આ રસી ટિટેનસ અને ડિપ્થેરિયાને અટકાવી શકે છે જે ચેપી રોગો છે. જો સમયસર સારવાર કરવામાં ન આવે તો તે જીવલેણ
 બની શકે છે. ટિટેનસ ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ડિપ્થેરિયા વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. ટિટેનસ પીડાદાયક સ્નાયુ સંકોચનનું કારણ બને છે, ખાસ કરીને જડબા અને ગરદનમાં, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય અને આખરે મૃત્યુનું કારણ બને છે. જ્યારે ડિપથેરિયા શ્વાસ લેવામાં તકલીફ હૃદયનો હુમલો, લકવો અને મૃત્યુ પણ કરી શકે છે. આ રસી ૧૦ અને ૧૬ વર્ષની વયના બાળકોએ લેવાની હોય છે. પૂર્વ પ્રસુતિ સંભાળ દરમિયાન માતૃત્વ અને નવજાતને ટિટેનસ અને ડિપ્થેરિયા સામે રક્ષણ આપવા માટે જરૂર છે.
 માટે સગર્ભા બહેનોને પણ ટીડી રસી આપવામાં આવે છે. આ રસી નજીકની સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રો પર વિના મૂલ્યે આપવામાં આવે છે.આ ટીડી રસીકરણ માટે જે તે સ્કૂલના સંચાલકો, શિક્ષકો અને બાળકોના માતા-પિતાએ જાગૃતિ રાખવાની જરૂર છે એવું તાલુકા હેલ્થ વિભાગના શ્રી મગન ભુવા એ જણાવ્યું હતું
રિપોર્ટ રસિક વેગડા

IMG-20230630-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *