નવીદિલ્હી
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ મેચની ટી૨૦ શ્રેણીની પાંચમી અને અંતિમ ટી-૨૦ મેચમાં ભારતની ૮ વિકેટથી હાર થઇ હતી. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ આ સીરીઝ ૩-૨ થી ગુમાવી દીધી હતી. આ સતત ૧૨ શ્રેણી બાદ પ્રથમ શ્રેણી છે કે જેમાં ભારતની હાર થઇ હતી. હાર્દિક પંડયાના (ૐટ્ઠઙ્ઘિૈા ઁટ્ઠહઙ્ઘઅટ્ઠ) નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાનો આ શાનદાર રેકોર્ડ તૂટી ગયો હતો. આ જ નહી પણ શ્રેણીમાં હાર સાથે ભારતને ઘણ મોટા નુકસાન પણ થયા હતા. વેસ્ટ ઇન્ડિઝ સામે શ્રેણીમાં હાર બાદ ટીમ ઇન્ડિયાનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો હતો. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૭ વર્ષમાં કોઇ પણ શ્રેણી , ગુમાવી નથી (જેમાં ત્રણ કે તેથી વધુ મેચ રમાઇ હોય). છેલ્લી ટી૨૦ મેચમાં હાર સાથે ભારતનો આ રેકોર્ડ તૂટી ગયો હતો. ભારતની બેટીંગ અને બોલિંગ બંને છેલ્લી મેચમાં નિરાશાજનક રહી હતી. ભારતીય ટી૨૦ ક્રિકેટ ટીમ છેલ્લા ૨૫ મહિનામાં એક પણ આંતરરાષ્ટ્રીય ટી૨૦ શ્રેણી હારી નથી. ભારતીય ક્રિકેટ ટીમ જુલાઇ ૨૦૨૧માં શ્રીલંકા સામે ૩ મેચની ટી૨૦ શ્રેણીમાં ૨-૧ થી હારી ગઇ હતી. તે છેલ્લી વખત હતુ કે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડયો હતો. આ શ્રેણીમાં હાર બાદ લગભગ ૭૪૬ દિવસ કે ૨ વર્ષ સુધી ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં ક્યાય પણ ટી૨૦ શ્રેણીમાં હારી નથી. આ સાથે જ હાર્દિકના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ વધુ એક શર્મનાક રેકોર્ડ બનાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા ક્યારે પણ કોઇ સીરીઝમાં ત્રણ મેચ નથી હારી. પણ વેસ્ટ ઇન્ડિઝમાં આ બનાવ બન્યો છે. આ શ્રેણીમાં હાર સાથે કેપ્ટન હાર્દિક પંડયાના નેતૃત્વની નીતિ પર ઘણા પ્રશ્નો ઊભા થયા છે. પાંચ મેચની આંતરરાષ્ટ્રીય ટી-૨૦ શ્રેણીમાં ભારતનો રેકોર્ડ જે જણાવીએ, ભારત વિ. ન્યૂઝીલેન્ડઃ ૫-૦ (૨૦૨૦), ભારત વિ. ઇંગ્લેન્ડઃ ૩-૨ (૨૦૨૧), ભારત વિ. દક્ષિણ આફ્રિકાઃ ૨-૨ (૨૦૨૨), ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝઃ ૪-૧ (૨૦૨૨) અને ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝઃ ૨-૩ (૨૦૨૩)..


