Gujarat

કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીની “૨૨” મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ.

ધી કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષકોની સહકારી શરાફી મંડળીની “૨૨” મી વાર્ષિક સાધારણ સભા તારીખ 24/6/ 2023 ને શનિવારના રોજ કુમાર શાળા કઠલાલ મુકામે મળી.જેમાં ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તથા કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લક્ષ્મણસિંહ ચૌહાણ અને કઠલાલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી  હિતેશકુમાર પટેલ, બીઆરસી કો.ઓ શ
 મિતાબેન પઢીયાર,મંડળીના ચેરમેન- મંત્રી ,કારોબારી સભ્યો,સ્થા ઓડીટરો અને નિવૃત્ત અને ચાલુ શિક્ષક સભાસદ ભાઈ બહેનો હાજર રહ્યા. મંડળીના ચેરમેન  દેવેન્દ્રકુમાર ડી પટેલે પોતાનું નિવેદન રજૂ કર્યુ. મંડળીના મંત્રી મહોબતસિંહ ચૌહાણે વાર્ષિક હિસાબો રજૂ કર્યા તથા વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ મહોદય  લક્ષ્મણસિંહ ચૌહાણે મંડળી નું કાર્યવાહક મંડળ ખૂબ સારો વહીવટ કરે છે બદલ અભિનંદન પાઠવ્યા. અને મંડળી ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે એ માટે સભાસદ ભાઈ બહેનો  જાગ્રત રહી વહીવટી મંડળને પૂરતો સહકાર આપવા માટે નમ્ર વિનંતી કરી હતી.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230625-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *