લાયન્સ ક્લબ શાહીબાગ નો ૫૦મો શપથવિધિ સમારોહ અમદાવાદ ખાતે જાજરમાન નામના બેન્કવેટ હોલ માં, ક્લબ તથા ડિસ્ટ્રિક્ટના સભ્યોશ્રી ની હાજરી માં હર્ષોઉલ્લાસ રીતે સંપન્ન થયો. લાયન્સ ક્લબ શાહીબાગ આ વર્ષે ૫૦મું વર્ષ એટલે કે ગોલ્ડન જ્યુબિલિ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે નવી ટીમ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રમુખ પદે સોનલબેન શાહ (ફર્સ્ટ લેડી લાયન) , સેક્રેટરી રૂપેશ શાહ , ખજાનચી કેતન પટેલ ની વરણી કરવામાં આવી છે. શાહીબાગ ક્લબના ૫૦ વર્ષમાં પ્રથમ વખત લેડી પ્રેસિડેન્ટ સોનલબેન ક્લબને મળ્યા છે.
જોગાનુજોગ આ વર્ષે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના પ્રમુખપદે પણ ડો પેટ્ટી હોલ નામની મહિલા બિરાજમાન છે.


