મહાનુભાવો સહીતના લોકો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું..
ગીર ગઢડાના કન્યા વિદ્યાલય ખાતે રાજ્ય કક્ષાનો ૭૪મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વન વિભાગ આઈ
એફ એસ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે વૃક્ષોનું યોગદાન તેમજ રોજિંદા જીવનમાં ઓક્સિજનની મહત્વતા પર વિશેષ માર્ગદર્શન
આપવામાં આવ્યું હતું. આ વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરવામાં આવેલ અને ઉપસ્થિત અધિકારીઓ
મહાનુભાવો સહીતના લોકોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત સલોગન સાથે દરેક ઉપસ્થીત
મહાનુભવો દ્વારા એક વૃક્ષ વાવી પર્યાવરણ સ્વર્ધન સંકલ્પ કર્યો હતો. જેમાં વિધાનસભા દંડક કૌશિક વેકરીયા, ઉનાના ધારાસભ્ય
કે.સી.રાઠોડ, ગીર સોમનાથ જીલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, ભાજપ જીલ્લા પ્રમુખ મહેન્દ્ર પીઠયા તેમજ વનવિભાગ
અધિકારી આઈ એફ એસ આરાધના સાહુ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જીલ્લા કક્ષાનો 74 મો વન મહોત્સવ કાર્યક્રમમાં
વન વિભાગ કર્મચારીઓ તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા ભાજપ પ્રમુખ કાળુ રૂપાલા સહિત મહાનુભાવો બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા.