સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી, પ્રાંત અધિકારી પ્રજાપતિ સહિત અંદાજે ૩૫૦થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા
બોટાદ જિલ્લાના આઇકોનિક સ્થળ કષ્ટભંજનદેવ સાળંગપુર મંદિર પરિસર ખાતે આજરોજ બરવાળા પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને તેમજ સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી ની પ્રેરક ઉપસ્થિતિમાં ૯માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસના આ અનેરા અવસરે ૩૫૦થી વધુ લોકો સહભાગી બન્યાં હતાં, જેથી સાળંગપુર મંદિરનું પરિસર યોગમય બન્યું હતું. આ પ્રસંગે અમેરિકાથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સુરતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સંબોધન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત સહુએ નિહાળ્યું હતું. આ પ્રસંગે જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિત કષ્ટભંજન સાળંગપુર મંદિરના સંતો-મહંતો-ભક્તોએ વિવિધ યોગાસન તથા પ્રાણાયામ કર્યા હતા.
બરવાળા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત કષ્ટભંજનદેવ સાળંગપુર મંદિરના સંતો-મહંતો-ભક્તો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યાં હતાં.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ


