Gujarat

બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં આજથી એકાદ વર્ષ પહેલા નીવ્રત એસ.ટી કંડક્ટર નુ થયેલ ખુન ના અનડીટેક્ટ ગુન્હા નો ભેદ ઉકેલી આરોપી ને પકડી પાડી પ્રશંસનીય કામગીરીકરતી અમરેલી જીલ્લા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા શરીર સબંધી તથા મારા મારી જેવા ગંભીર ગુન્હા ઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ઘરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નંબર-૧૧૧૯૩૦૦૮૨૨૦૪૭૨૮૨૦૨૩ IPC કલમ- ૩૦૨,૩૯૪ગુન્હો તા.૨૬/૦૫/૨૦૨૨ ના રોજ કલાક ૨૦/૩૦ થી કલાક ૨૩/૦૫ દરમ્યાન ચરખા ગામે, મુરલીધર હોટલ પાસે, ફાચરા વાડીએ જવાના કાચા રસ્તે બનવા પામેલ છે અને ગુન્હો તા.૨૭/૦૫/૨૦૨૨ ના કલાક ૦૩/૩૦ વાગ્યે જાહેર થયેલ છે. આ કામના ફરીયાદી પ્રતિકભાઇ ભીખુભાઇ છૈયા ઉ.વ.ર૪, ધંધો.ખેતીકામ,રહે.ચરખા,શાંતિ નિકેતન આશ્રમ રોડ તા.બાબરા, જી.અમરેલીવાળા છે, આ કામની હકીકત એવી છે કે આ કામ મરણજનાર ભીખુભાઇ ગોવિંદભાઇ છૈયા ઉવ.૬૧ રહે ચરખા ગામ તા.બાબરાવાળા ગઇ તા.૨૬/૫/૨૦૨૨ ના રોજ રાત્રીના પોતાના ઘરેથી અમદાવાદ જવાનુ કહીને નિકળેલ હતા રાત્રીના આશરે અગીયારેક વાગ્યાના અરસામાં ત્યારબાદ ચરખા ગામે મુરલીધર હોટલ પાસે ફાચરા વાડીએ જવાના કાચા રસ્તે કોઇ અજાણ્યા ઇસમે મરણજનારના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવી મરણજનારના ખીસ્સામાંથી મોબાઇલ ફોન તથા રોકડ રૂ.૨૦૦૦૪- મળી કુલ રૂ.૫૦૦૦/-ના મુદ્દામાલની લુંટ કરી નાસી જઇ ગુન્હો કર્યા વિ.બાબતની ફરીયાદ બાબરા પોલીસ સ્ટેશનમા ઉપરોક્ત ગુન્હા નંબરથી રજી થયેલ હતી.વીઝીટેશન અધીકારી શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ.શ્રી તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી એલ.સી.બી શાખા ની અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુન્હાના આરોપીને ઝડપી પાડવા સારુ ચરખા ગામ તથા બાબરા અને અમરેલી વિસ્તારમા સઘન તપાસ કરવામાં આવેલ તેમજ ટેક્નીકલ સેલ ની મદદ લઇ આ કામના આરોપી હકીકત મેળવવા સઘળા પ્રયત્નો ચાલુ રાખવામા આવેલ બાદ બગસરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૩૦૧૩૧/૨૦૨૩ IPC કલમ-૩૦૨,૩૯૨,મુજબના ગુન્હાના કામે અટક કરેલ આરોપી મુકેશભાઇ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા ઉ.વ.૩૫ રહે.ગોપાલગ્રામ તા.ધારી જિ.અમરેલી વાળાને અટક કરવામાં આવેલ હોવાનું માહીતી મળતા બંન્ને ગુન્હા ની મોડેસ ઓપરેટીવ સરખી હોય જેથી આરોપીનુ ઇન્ટ્રોગેશન કરી સઘન પુછપરછ કરવામા આવેલ અને આરોપીએ તેની પુછપરછ દરમ્યાન એકાદ વર્ષ પહેલા આ કામના મરણજનાર ભીખુભાઇ ગોવિંદભાઇ છૈયા રહે.ચરખા તા.બાબરાવાળાની હત્યા કરેલ હોવાની કબુલાત કરેલ હોય આરોપી મુકેશભાઇ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા ઉ.વ.૩૫ રહે.ગોપાલગ્રામ તા.ધારી જિ.અમરેલી વાળાને સદરહુ ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીની વીગત તેમજ ગુન્હાહીત ઇતીહાસ – મુકેશભાઇ ઉર્ફે મુકો ભુપતભાઇ ચારોલા ઉ.વ.૩૫ રહે.ગોપાલગ્રામ તા.ધારી જિ.અમરેલી
(૧) બગસરા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૯૨૩૦૧૩૧/૨૦૨૩ IPC કલમ-૩૦૨,૩૯૨ મુજબ
(ર) સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૫૨૨૨૦૯૧૯/૨૦૨૨ IPC કલમ-૩૯૪.૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
(૩) ચલાલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૧૩૨૩૦૧૧૫/૨૦૨૩ IPC કલમ-૩૭૯ મુજબ
(૪) ચલાલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં-૩૨૭/૨૦૨૧ IPC કલમ-૩૨૩,૩૨૪,૫૦૪,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ
 (૫) અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન બી-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૦૪૨૦૧૨૧૯/૨૦૨૦ એમ.વી.એક્ટ. કલમ-૧૮૫ મુજબ
(૬) અમરેલી સીટી પોલીસ સ્ટેશન બી-પાર્ટ ગુ.ર.નં-૯૨/૨૦૧૬ IPC કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ વિ.મુજબ
ઉપરોક્ત કામગીરી અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબનાઓની સુચનાથી શ્રી જે પી ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલી વિભાગ, તથા બાબરા પોલીસ તેમજ એલ.સી.બી શાખા તથા બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230615-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *