તા.૧૪-૦૭-૨૩ ના રોજ બપોરના સમયે વિરોજા ગામમાં જ એક પશુ પાલક દ્વારા તેમની ભેંસને તકલીફ હોવાની જાણ થતા ડૉ.નિર્મલ ચૌધરી અને તેઓની ટીમ દ્વાર સ્થળ મુલાકાત લઈ ભેંસની તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રેગન્સી ડાયગ્નોસિસ કરતા માલુમ પડ્યુ કે તે ભેંસને વિયાણ બાદ તેની મેલી પડી ન હતી. ત્યારબાદ મેડીકલ ટીમ દ્વારા ભેંસની મેલી બાર કાઢી જરૂરી એન્ટીબાયોટીક આપવામાં આવી હતી. આમ સમયસર યોગ્ય સારવાર મળતા આ અબોલ પશુનો જિવ બચાવી શકાયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ૩ વર્ષ ના સમય દરમિયાન ફરતા પશુ દવાખાના દ્વારા કુલ મળીને ૭૨૨૮૩ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
