Gujarat

અરજદારોએ જિલ્લા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો આગામી તા. 10 જૂલાઈ સુધીમાં રજૂ કરવાના રહેશે

મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ
કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ' નું આયોજન કરવા માટે
સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગરમાં જિલ્લા કક્ષાએ આગામી તા. 27 જૂલાઈના રોજ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' નું
આયોજન કરવામાં આવ્યું છે. જે માટે અરજદારોએ જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તા. 10 જૂલાઈ સુધીમાં રજૂ
કરવાના રહેશે. ઉક્ત સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો ઉપરોક્ત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં
આવશે નહી.
કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે. જે અંતર્ગત,
(1) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.
(2) અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખીને 2 નકલ સાથે રજૂ કરવો.
(3) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર અને પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવી
જોઈએ.
(4) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહી.
(5) સુનિશ્ચિત તારીખ વિત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/ વિભાગના પ્રશ્નો હોય તેવી,
સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામાં વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ના હોય તેવી, કોર્ટ મેટર,
આંતરિક તકરાર તેમજ સેવાને લાગતી અરજી પર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઇ શકશે નહીં.
(6) અરજદારોએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ પ્રશ્ન રજૂ કરતા પહેલા તેમના લગત તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ
કાર્યક્રમ' માં અરજી કરવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં સમાવિષ્ટ ના થયેલા પ્રશ્નોનો જ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં
સમાવેશ કરવામાં આવશે.
ઉક્ત તમામ બાબતોની અરજદારોને ખાસ નોંધ લેવા માટે સ્વાગત શાખા, કલેકટર કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં
આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *