Gujarat

આગામી તા. 05 ઓગસ્ટ સુધીમાં અરજી પત્રક ભરીને જમા કરાવવાનું રહેશે

જામનગર જિલ્લાના યુવાનો સંરક્ષણ દળમાં જોડાઈ શકે તે હેતુથી જામનગર જિલ્લા રોજગાર કચેરી
દ્વારા જિલ્લાના ઉમેદવારો માટે 30 દિવસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉમેદવારોને રહેવા-
જમવાની સુવિધા, શારીરિક કસોટી અને લેખિત કસોટીની નિઃશુલ્ક તાલીમ જિલ્લાના બી.એસ.એફ. કેમ્પ અને નિવાસી તાલીમ
આપતી સંસ્થા ખાતે આપવામાં આવશે.
તાલીમ વર્ગમાં ધોરણ-10 પાસ કે તેથી વધુ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે. ધોરણ- 10 માં ઓછામાં ઓછા 50%
ફરજીયાત અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા ફરજીયાત છે. તાલીમાર્થી 17.5 વર્ષથી 23 વર્ષ સુધીના
વયજૂથમાં સમાવિષ્ટ હોવા જોઈએ. તેમજ લંબાઈ 168 સે.મી., છાતી 77- 82 સે.મી. હોય તેવા શારીરિક તેમજ માનસિક
રીતે સક્ષમ ઉમેદવારોએ આ તાલીમવર્ગ માટે અરજી કરવાની રહેશે.
ઉક્ત તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ અરજી ફોર્મ જામનગર જિલ્લા રોજગાર કચેરી ખાતેથી અથવા કચેરીની
ટેલિગ્રામ ચેનલ 'EMPLOYMENT OFFICE JAMNAGAR' પરથી ડાઉનલોડ કરીને અરજી પત્રકમાં વિગતો ભરીને આગામી
તા. 05 ઓગસ્ટ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, આઈ.ટી.આઈ. કેમ્પસની અંદર, જામનગર ખાતે
જમા કરાવવાનું રહેશે.
ઉમેદવારોએ અરજી પત્રક સાથે ધોરણ- 10 અને 12 ની માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક ખાતાની
પાસબુક અને પાન કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પૂર્વે, એપ્રિલ- 2023 માં યોજાયેલ અગ્નિવીરની લેખિત કસોટીમાં
પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે માટે એડમીટ કાર્ડ મેળવેલ ઉમેદવારોને આ તાલીમ વર્ગમાં
વધુ અગ્રતા આપવામાં આવશે.
આ અંગે, વધુ વિગતો મેળવવા માટે રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩૯૦૩૯૦ પર જઈને જામનગર જિલ્લો સિલેક્ટ
કરીને ઈચ્છુક ઉમેદવારો સંપર્ક સાધી શકશે. તેમ મદદનીશ નિયામક (રોજગાર) શ્રી સરોજ બી. સાંડપા, જામનગરની યાદીમાં
જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *