Gujarat

બોડેલી તાલુકાના તરગોળનું સૌંદર્ય

જાંબુઘોડા અભ્યારણ્ય હેઠળના બોડેલી તાલુકાનું તરગોળ ગામ ટુરિઝમ માટે પ્રખ્યાત છે.પ્રાકૃતિક સૌંદર્ય માણવા લાયક છે.અહીંની ભૂમિએ લીલું કવચ ધારણ કરી લીધું છે.પાવાગઢના 84 ચોંટાઓ છે.તેમાંથી એક તસ્વીરમાં ક્ષિતિજ પર દેખાતો ડુંગર પણ ગણાય છે.કાટકુવા, લાંભિયા સહિતના ગામોની ડુંગરીઓ પરથી ધસમસતું વરસાદી પાણી તરગોળ તળાવમાં જમા થાય છે.અહીંનું તળાવ, તેની સમીપે સરંગટ બની નવોઢાની જેમ લીલી ચાદર ઓઢેલી ધરતીએ નવા રૂપ ધર્યા છે.લીલીછમ્મ ભાસતી આ ભૂમિ પર તા.17 જુલાઇના રોજ જાણે પ્રલય ફેલાયો હોય તેમ આખા તરગોળ ગામને ધમરોળતા પૂર ના પાણી ફરી વળ્યાં હતા.અહીંની માનવ વસ્તી પણ તેનાથી હચમચી ગઇ હતી.વિશાળ વોટર બોડી, સમીપે ખીલેલી વનરાજી વચ્ચે પૂર્ ના એ વિનાશક દ્રશ્યો તરગોળના રહીશો સિવાય બહારનું કોઇ જોઈ શક્યું નથી. હવે પુર ઓસરી ગયું છે. જનજીવન પણ સામાન્ય થઇ ગયું છે. ડુંગરા, ખીણ, કોતરડાના દ્રશ્યો વચ્ચે પ્રકૃતિની ગોદમાં વસેલા આ વિસ્તારની પ્રજાની પણ વેદનાઓ છે.અહીં ઇકો ટુરિઝમનો પણ વિકાસ કરાયો છે.છોટાઉદેપુર જિલ્લામાં આ સ્થળ સુંદર મજાનો રમણીય સ્પોટ ગણાય છે.શહેરના ઘોઘાટ અને પ્રદુષણ ઓકતા ઉદ્યોગોથી હાંફતી માનવ ફેફસાં, ધમનીઓને અહીં ઘડીક આરામ મળી જાય તેવી આ જગ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230720-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *